રમત મારે રમવી નથી
રમત મારે રમવી નથી
પ્રાર્થના, જાપ-તપ કર્યા, મંજિલને પામવા,
આ સમય, સંજોગોથી હવે મારે લડવું નથી.
હવે આ રમત મારે રમવી નથી.
લાગણીઓને ઠેસ વાગેને, ઘા થાય હદયમાં,
તૂટ્યા પછી કાચના એ દિલને મારે સમેટવું નથી.
હવે આ રમત મારે રમવી નથી.
પોટલો છે જવાબદારીઓનો માથે જીંદગીમાં,
તોય સાંભળી મ્હેણાં લોકોના,મારે જીવવું નથી.
હવે આ રમત મારે રમવી નથી.
ખેલ ખેલ્યો કેવો કુદરતે, આપી મનુષ્યને વાચા,
તોય આ અબોલ જીવનો પ્રેમ મારે છોડવો નથી.
હવે આ રમત મારે રમવી નથી.
હારવું જીતવું છે બાજી, તીક્ષ્ણ નજર છે જેની,
અડગ છું હું માનવી,હવે નાસિપાસ મારે થવું નથી.
હવે આ રમત મારે રમવી નથી.
વેર, ઝેર ને દ્વેષ રાખી, કોણ ભલું ઊંચું આવ્યું છે.
ખાનદાની ભાઈચારાની "પ્રવાહ" મારે મૂકવી નથી.
હવે આ રમત મારે રમવી નથી.
