નારી
નારી
નારી કાં'તો તારે કાંતો મારે,
એક સાથે બે કુળ ઉજાળે.
બની રણચંડી મુશ્કેલીમાં,
પોતાના કુટુંબને તે ઉગારે.
એ નારી જો પ્રેમ કરે તો,
અવગુણ તારા જોવે નહી.
કરો જો કદી તેનું અપમાન,
તો નફરત પણ કરે અપાર.
નારી એક જેના પાત્ર અનેક,
કોઈની દીકરી કોઈનો માતા.
સૌથી વિશેષ કોઇની પત્ની,
એક પાત્રમાં અઢળક વિશેષ.