STORYMIRROR

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

4  

ધારા આહીર "પ્રવાહ"

Inspirational Others

નિઃસ્વાર્થ

નિઃસ્વાર્થ

1 min
385

સપનાઓની હત્યા કરી, મેં મારી જ કબર ખોદી છે, 

સાંભળી મેણા લોકોના, મારી સહનશીલતા તોડી છે,


જવાબદારીઓ આવી માથે, મેં જંગ ખુદથી લડી છે,

સાહસ રાખી હૈયે મેં, હસતા મુખે મુશ્કેલીઓ વેઠી છે,


તૂટ્યો અંદરથી કેટલીય વાર, હિંમત સદા મેં રાખી છે,

ઉભા રહેવું હંમેશા એકલું, જિંદગી નિર્બળ બની છે,


જન્મ મરણ છે નિયમ, મેં રાખ થવા મથામણ કરી છે,

વ્યક્તિત્વ બને ઉજળું તેથી, હૈયે માણસાઈ રાખી છે,


શું લાવ્યાને શું લઈ જવાના ? અમથો જીવડો દુઃખી છે,

સાદગીને સ્વચ્છ આ મને, કોમળતા જાળવી રાખી છે,


અડગ મન કરી મેં આવતી અડચણો હંમેશા ટાળી છે,

નિ:સ્વાર્થ બનીને "પ્રવાહ" આ જિંદગીને મેં માણી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational