STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ગમતાનો ગુલાલ કર

ગમતાનો ગુલાલ કર

1 min
278

કલ્પનાની દુનિયામાં ક્યાં સુધી વિહરવું ?

વાસ્તવિકતા સ્વીકારી એને જરા વ્હાલ કર,


કોઈના પર શા માટે મદાર રાખે તારી ખુશીનો ?

બસ તારી જાતને તું જ ખુશખુશાલ કર,


ઉદાસીની આગમાં ક્યાં સુધી બળ્યા કરીશ ?

ખુશીનો ખજાનો બનીજા તું કમાલ કર,


ગમતી પળોને આમ શા માટે હૈયાની

તિજોરીમાં સાચવે ?

અરે તું પણ ગમતાનો ગુલાલ કર,


સમયનું બહાનું ધરી નાં કોઈ વાત ઉડાવ !

આ પળે જ કરી લે કામ,નાં તું આજ કાલ કર,


પૈસા રૂપિયા બંગલા સાથે નહીં જ આવે !

બસ થોડી ખુશીઓથી જાતને માલામાલ કર,


દુઃખીયાનો બેલી બની જા દુઃખ દૂર કર તું સૌના,

બની શકે તો સૌનું જહાન જમાલ કર,


સૂરજ નથી થયાનો તું અફસોસ ના કર,

કોઈની દુઃખની અંધારી ગલીમાં તારી જાતને મશાલ કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational