આત્મફળ
આત્મફળ
કોરી આ પાટી
આખ્ખી, રંગો ભર્યા સૌ
શિક્ષક પીંછી
જગત આખું જાણ
ભાળી આતમ જાત.
ખોદી પ્રમાદ
ખેડ્યું મન ખેતર
બીજ જ્ઞાન શાં
શિક્ષક સીંચે શબ્દ
નીપજે આત્મફળ.
જન્મે માનવ
ચેતા રસાય તહીં
ભાવ ઘડાઈ,
અનુભવ એરણે
ગુરુ શબ્દે ટીપાઈ.
વંદુ ચરણે
આભાર શિક્ષક શો,
ચેતના ઘડી..
જ્ઞાને જગ શીખરે
બિરાજમાન કરે.
