STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational Others

આભલું મારું નિરાળું…

આભલું મારું નિરાળું…

1 min
339

નથી ફૂલડું કે રેશમિયું એ રુપાળું

તોય નભ તું નમણું લાગે નિરાળું,

નથી ઘૂંઘટ પણ માણું રે શરમાળું

રતુંબલ આભલું મારું રુપાળું.


ના મુગટ કુંડલ કે ખન ઝાંઝરું

તોય રાધાના કાન જેવું સાંવરું

સજે ગગનને રવિ તું સોહામણું

માણું પાવન દર્શન તને ઢૂંકડું,


ઊડે પંખી કલરવી મસ્ત આભલે

મેઘ ધરે સાત ધનુષ કોટડે

ઢળે સંધ્યા કે હોય ખીલતું પ્રભાતજી

વ્યોમ હાટડે વરસે આનંદજી,


ગુંજે અનંત ઓમકાર નાદ અંતરિક્ષ

ઝૂમે તરુ ને ગૌ બંસીધર સંગજી 

પામી દર્શન ભાવે વંદુ વ્યોમ વિશાળજી

મારું આભલું નિરાળું પાવનજી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational