STORYMIRROR

KALSARIYA PRAKASH N.

Inspirational

4  

KALSARIYA PRAKASH N.

Inspirational

કોઠાસૂઝ માપું

કોઠાસૂઝ માપું

1 min
448

કૃષ્ણપક્ષની રાતને એ અંધારું આપે,

હું રાતનો રક્ષક, ખુદ બળી આધારું કાપુ,

સૂર્ય નથી પણ દીવો છું, હું શિક્ષક છું,

ચોતરફના સઘળાને, ઓજસ હું આપું.


આથમતા અજ્ઞાનમાં, જ્ઞાન ઉદય કરાવું

જિજ્ઞાસાની વાડીમાં, સંતોષના બી વાવું,

વાર્તા અને કવિતાના, મરમ સમજાવતા

એક માનસ ઉપર, હું માનવતા છાપું.


દુનિયાની દુનિયાદારી,દુનિયા દેખાડું,

દોષ,દંભ દૂર કરીને, સંસ્કાર આપું,

વિજ્ઞાન,ગણિતની ગુંચવણો સમજાવું,

'યાદ' એની ભીતરની કોઠાસૂઝ માપું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational