નારી છું હું
નારી છું હું
આંગણાની તુલસી કેરી ક્યારી છું હું,
કોઈ છંછેડે મને તો ચિનગારી છું હું.
ઝાકવું જો હોય મનની ભીતરે મારી તો,
ખુલતી ત્વરીત એવી એક બારી છું હું.
મેં અત્યાચારો સહ્યાં સૌનાં છતાં સૌને મેં,
માફ કીધા કેમ કે જીવે દુલારી છું હું.
નેં મને કમજોર પણ ના સમજતા કોઈ દી,
સૌ મર્દો પર એકલી પણ આજ ભારી છું હું.
એક રીતે જોવ તો કોમળ છું બીજી રીતે,
જોવ તો તલવાર કરતાં તેજ આરી છું હું.
આચ આવા હું નહીં દવ મુજ ચારિત્ર્ય પર ,
આજની બળવાન નેં જાગૃત નારી છું હું.
