STORYMIRROR

Jyotindra Bhatt

Inspirational Others

4  

Jyotindra Bhatt

Inspirational Others

માતૃભાષા

માતૃભાષા

1 min
31.8K


શબ્દનો શણગાર છે માતૃભાષાને

ભારતમાં મહત્વ અપાય અંગ્રેજીને

હોઈ શકે છે કદાચ આ મારો વ્હેમ

પોતાને અંગ્રેજી આવડે નહિ તોયે


કે. જી. ઇંગ્લિશ ભણાવવાનો ક્રેઝ

અંગ્રેજી કારકૂન જેટલું જ ભણાવી

સંયુક્ત કુટુંબોને બનાવીને વિભક્ત

આખરે અંગ્રેજો દેશ છોડ્યો હતો


અંગ્રેજીનાં સહુને ગુલામ બનાવીને

આજે જ્યાં જુઓ ત્યાં ખૂલી છેને

અંગ્રેજી માધ્યમ પ્રાથમિકને કે. જી.

ઈંગ્લીશ ભણે સન તો વટ પડે


એ ખોટા વ્હેમમાં રાચતાં વાલીઓ

દેખાદેખી મોટાઈની સ્પર્ધામાં વાલી

બાળકની બુદ્ધિ કૂંઠિત કરી નાખતાં

સ્વપ્ન આવે એ ભાષામાં ભણાવો


તો બાળક નો થાય પાયો પાકો ને

પછી ભણાવો જેટલી વિશ્વ ભાષા

યુવાનીમાં જરૂર એ શિખશે ભાષા

સંસ્કૃતિને સંસ્કાર તણો ઈતિહાસ


અહિ માતૃ-રાષ્ટ્રને દેવભાષામાં લાધે

અંગ્રેજી વહિવટી-બિઝનેસની ભાષા

અંગ્રેજીનાં પોતીકાં છે શબ્દો ઓછાં

દરેક ભાષાનાં શબ્દથી ભયોઁ ખિચડો


સગા સંબંધી વિશે છે ક્યાં શબ્દો ?

ભાવનાથી ભરપૂર છે ક્યાં શબ્દો ?

અંકલ-આંટ નાં અથઁ છે અનેકને

મધર ફાધર શબ્દ છે સિમિત


સવઁત્ર બોલાઈ રહી છે અંગ્રેજી ભાષા

ક્યાં શુધ્ધ સાચી બોલાય છે ભાષા ?

ઉત્તરમાં હિન્દીને દક્ષિણમાં ઈંગ્લીશ

માતૃભાષા બોલતાં બહુમતી ભારતીયો


જાગો વતનની આન બાન ને શાન કાજે

માતૃભાષા-રાષ્ટ્રભાષાની જરૂર છે આજે

પ્રાથમિક આપો શિક્ષણ બાળકને આજે

ઈંગ્લીશનાં વહેમમાં ફરનારા હે વાલી


હવે માતૃભાષાનું જતન આપણે કરવું પડશે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational