STORYMIRROR

Jyotindra Bhatt

Tragedy Inspirational

3  

Jyotindra Bhatt

Tragedy Inspirational

કોને કહું ?

કોને કહું ?

1 min
410

કોને કહું ? ક્યારે કહું ?

કેમ કહું ? કયાં કહું ?

હું રહું ના રહુ ?

તુ રહે ના રહે ?


મે છેતરી છે તને,

મારી જાતમાં ભેળવી,

તોયે તુ રહી એવી ને એવી ભોળી,


તને નચાવી એમ નાચી,

તને રમાડી એમ રમી,

તને રડાવી એમ રડી,

ને તને હસાવી એમ હસી,


તને ખિજાવી, ડરાવી,

ધમકાવી વળી ફોસલાવી.

છતાંય તુ ઉભી વાટ,

સદા ચાલતી રહી,


હે પ્રિયા ! હે માશુકા !

હે મહેબૂબા ! એ વ્હાલી,

આખરે મૌન રાખી,

મને તુ છોડી ગઈ !


હતી મારી પાસે ત્યારે,

જરાય કિંમત નહોતી તારી,

વ્યસની બની બળાત્કાર ગુજાર્યા,

ખૂબ તુજ પર,


હવે સમજાયું મરણપથારીએ મને,

હે જવાની ! તારી અકાળે જવાની,

ઉતાવળનું એકમાત્ર કારણ !


રહયો હોત વ્યસનથી દૂર,

તો મારી અવદશા ના હોત !

બેવફાઈ તૂજ સંગ કરતાં હે જવાની,

કોને કહું ? મારાજ પગ પર,

મારી મે મારી કૂહાડી,


અકાળે ઘરડો, રોગી રિબાતો પડયો હું ખાટલે,

હવે સમજાય છે કિંમત તારી ! 

કોને કહું ? હે જવાની ! વ્યથા મારી ! 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy