Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Purvi Vyas Mehta

Inspirational Others

4  

Purvi Vyas Mehta

Inspirational Others

'મા' તારો પાલવ...

'મા' તારો પાલવ...

1 min
13.5K


અશ્રુઓ રોકીને રહું છું હું સ્વસ્થ જ્યારે,

'મા' તારો પાલવ છે ખુબ મને સાંભરે !


આકરા આ તડકામાં ઝંખું હું છાય જ્યારે,

'મા' તારો પાલવ છે ખુબ મને સાંભરે !


જીવનનાં ઘા ઝીલું, રહીને અડીખમ જયારે,

'મા' તારો પાલવ છે ખુબ મને સાંભરે !


પહોંચી મુકામ મારે ભરવો જો હાશકારો,

'મા' તારો પાલવ છે ખુબ મને સાંભરે !


ખુદથી જ હારીને જગથી હું નાસું જ્યારે,

'મા' તારો પાલવ છે ખુબ મને સાંભરે !


ધરવી આ મેળવેલ સિદ્ધિ-પ્રસિદ્ધિ મારે,

'મા' તારો પાલવ છે ખુબ મને સાંભરે !


Rate this content
Log in