STORYMIRROR

Shaurya Parmar

Inspirational

4  

Shaurya Parmar

Inspirational

મારગ.

મારગ.

1 min
27.1K


મારગ બે હતા સામે, 

એક બાજુ મંદિર, 

બીજી બાજુ વૃધ્ધાશ્રમ,

એકમાં હનુમાનજીને જોયા, 

બીજે દરેકમાં શ્રીરામજીને, 

નતમસ્તક થયો મંદિર સામે, 

કહ્યું જઉં છું રામના ધામે,

પછી ગયો વૃધ્ધાશ્રમમાં, 

જોયું ઘણા રામ હતા,ઘણી સીતા, 

ધીમેકથી ખાતા,હળવેકથી પીતા,

આંખો ભીંની થઈ,દ્રશ્ય જોઈ,

હું બાહર નીકળ્યો મોઢું ધોઈ, 

સામે હનુમાનજી હસતા હતા, 

અંદર શ્રીરામજી હસતા હતા, 

હું પણ ખુશ થયો, 

બોલો નંદ ઘેર આનંદ ભયો, 

ખરેખર હવે હું માણસ થયો.


શૌર્ય પરમાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational