મા તારો પાલવ યાદ આવે...
મા તારો પાલવ યાદ આવે...
સાંજ પડે ને માં તારો પાલવ યાદ આવે,
આ મોટપ ની મજા પણ આજે મને ફિક્કી લાગે.
બસ આજે મને મારુ બાળપણ યાદ આવે,
દુખી થાતા જ્યારે ત્યારે માં તારો પાલવ યાદ આવે.
આજે ભલે મોટા થયા અમે પણ માં તુ યાદ આવે.
બાળપણ ના દુ:ખ મા તો માં ના પાલવ માં રોતા,
દુ:ખ તો આજે પણ છે પણ કેમ એને નથી કહેતા.
શાયદ બઉ નડે છે આ મોટપ એને કહેતા.
પણ એક દિવસ મા તને ભેટીને બધુ કહેવુ છે મારે.
રોતા હતા મા ના પાલવમા નાના હતા ત્યારે .
પણ આજે શરમાઇ છે લોકો કો રોતા મા ના પાલવમા.
સમય જતો રેહશે ને આ પાલવ પણ જતો રેહશે .
રોઇ લેજો મા ના પાલવમા દુ:ખ આવે તો.
કારણ કે આજ એક દરવાજો છે દુખ દુર કરવાનો.
દુનીયા માં બધુજ મળશે તમારા પૈસા થી.
પણ મા નો પાલવ નઈમળે તમારા પૈસા થી.
સમય તો વિતિ જશે ને આ જીંદગી પણ .
જો મા મળી હોય ને તો પામી લેજો એને.
કામ તો આવતા રેહશે આ દુનીયામા.
પણ એ કામમા પણ પુછતા રહેજો મા ને,
કે મા મારાથી કોઈ તકલીફ તો નથી ને,
કે મા તારી તબીયત તો સારી છે ને,
ત્યારે જોજો ખાલી એની આંખોમાં ,
શાયદ તમારા બધા જ સવાલો ના જવાબ હશે,
પણ એ એક આંસુ ના રૂપ મા હશે.
આજે લેખક છુ હું મા એ પણ તારી બદોલત છુ,
પણ અસર્મથ છુ તારા પ્રેમ ને વર્ણવા મા.
