ગુલાબી રેશમી ઝુલ્ફો
ગુલાબી રેશમી ઝુલ્ફો


ગુલાબી રેશમી ઝુલ્ફોમાં ગુલાબનાં ફૂલ બહવી દઉં.
ગગન ના ચાંદ સીતારા ને ધરતી પર ટંકવી દઉં.
સુગંધી બાગ ના પુષ્પોની સુગંધ ને સાચવી લઉં
ચમનની એ એકેલી નાજુક અદાઓ ને બાતવી દઉં.
પ્રેમને પારસ ગણી તુંજને સોનાનો તાજ પહેરાવી દઉં
અખંડ આબાદ રાજ્યની મારા તને રાણી બનાવી દઉં.
ગુલાબી હાથ ને તારા સૂરજની ચાહત બનાવી દઉં.
સમુદ્ર શાંત છે આજ પણ જો તું કહે તો તૂફાન લાવી દઉં.
વિશ્વ ની એ આધુરી કહાનીને શિખરની વાત જાણાવી દઉં.
પ્રેમી પંખીડા ને જીવનનો એક રાઝ જણાવી દઉં.
ઇરાદાને ગહન ચિંતનની એક સાંજ બનાવી દઉં.
ગહેરા ઉપવનને તું કહે તો સ્વપ્નાનો બાગ બનાવી દઉં.
અનમોલ રત્ન ને તારા શ્રીનગરનો એક હિસ્સો બનાવી દઉં.
સુંદર સરિતાની શાન ને તારી માંગ નુ સિંદુર બનાવી દઉં
અષાઢી મેઘના વાદળને તારું આસન બનાવી દઉં.
ભાગ્યની એ હસ્તરેખાને જીવનની હકીકત બનાવી દઉં.
ઇમારત ચણી છે મે તું આવે તો તાજમહેલ બનાવી દઉં
મહાદેવના આશિષની સાથે તને અખંડ સૌભાગ્ય આપી દઉં.
અમર પ્રેમ ની ગાથામા આપનુ નામ ચિત્રાવી દઉં.
અને જીવનની છેલ્લી સંજના દિવસે તારો સાથ માંગુ છું.