મારો ભાઈ
મારો ભાઈ
આપી નથી તેં કોઈ ખુશ નસીબ ને ભગવાન જિંદગી,
એવી આપી છે તેં મને આ જિંદગી,
મારા સુકા ઘાસ ના જંગલ જેવા આ જીવનમાં,
ઇન્દ્ર ધનુષનાં સાતએય રંગો જેવા આપ્યા મિત્રો મને,
આ દુનિયામાં બધું જ છે મારી પાસે આજે,
પણ એક કમી હતી સારા ભાઈની મને,
પણ આજે લાગે છે કે ભગવાન તું ખુદ આવ્યો છે મારી પાસે,
ખુશનસીબ છું આ દુનિયામાં એક ભાઈની બાબતે,
કારણ કે ભગવાને આપ્યો તારા જેવો ભાઈ મને,
વિતાવેલા આ થોડા દિવસ તો એક ક્ષણ જેવા લાગે છે,
આ થોડી ક્ષણો પણ મારી માટે ઘણી ઘણી છે,
દુઃખ તો ઘણું છે આ જીંદગીમાં મારી,
પણ તારા ખોળામાં સૂવાથી બધું જ દુ:ખ ભૂલાય છે,
દુઃખી તો ઘણી વાર કર્યો છે મેં તને,
અને સોરીથી તું માની પણ જાય છે ભાઈ,
મારી ભૂલોને તે હંમેશા માફ કરી છે મોટું દિલ રાખીને,
પણ હું નાલાયક ક્યાં હજી એ સુધરુ છું,
દુઃખી કરું છું મારી વાતો થી એટલે ભગવાન તો માફ નહીં કરે મને,
પણ તું મોટુ દિલ રાખીને માફ કરી દેને મને,
તું ના બોલે તો આ દુનિયા સુની સુની લાગે મને,
તારી સાથે બોલ્યા વગર બે મિનીટ પણ ના ચાલે મને,
પ્રેમ અને લાગણીની બંધાયેલી આ દોરમાં આ જીવનના દુઃખો તો દેખાતા નથી,
પણ જ્યાં સુધી તું છે મારી સાથે ત્યાં સુધી જીવનના કોઈ દુઃખ નહિ આવે મારી પાસે,
હું બોલું નહિ તો પણ તું બધું જ સમજી જાય છે ભાઈ,
હું ખાઉ નહી તો તું પણ ભુખ્યો રહી જાય છે ભાઈ,
આ જનમમાં જ નહી સાતેય જનમોમાં માંગુ છું ભાઈ તને,
ભગવાન ને એટલી જ પ્રાથના કે રાખે હંમેશા ખુશ તને.
