કારણ ભલે પછી ગમે તે હોય
કારણ ભલે પછી ગમે તે હોય
તું ખોટો જ છે,
એમ તો નહીં કહું,
પણ, મને નથી સમજાતો તું,
કારણ ભલે પછી ગમે તે હોય.
નથી બિલકુલ તને લાગણી મારા માટે,
એમ તો નહીં કહું,
પણ અકળ છે તારી હરકતો,
કારણ ભલે પછી ગમે તે હોય.
સહકાર નથી આપ્યો તે પહેલાં કદી,
એમ તો નહીં કહું,
હવે એજ સવાલોના જવાબ આપતો નથી,
કારણ ભલે પછી ગમે તે હોય.
શુ છો તું મારો એ, નક્કી નથી થતું,
તો હું શુ કહું ?
મને દ્વિધામાં મૂકે છે વારંવાર તું,
કારણ ભલે પછી ગમે તે હોય.
હું જઈ રહ્યો છું ને તું,
રોકીશ નહીં મને, શુ કહું ?
અકબંધ હશે સંબંધ, ને આપણે જ નહીં હોય,
કારણ ભલે પછી ગમે તે હોય.
નારાજ છું હું 'નિપુર્ણ'તારાથી,
એમ તો નહિ કહું,
પણ દૂર થઇ રહ્યો છું હું તારાથી,
કારણ ભલે પછી ગમે તે હોય.