દાડમ
દાડમ


ચમકતા દાંત જેવા છે દાડમના દાણા
દાંત જોઈને એકાદ કોળિયે નંદવાણાં,
લાલ જાંબલી ને ઓઢણું અન્તરછાલ
સરસ ખાટાં મીઠા અન્તસ્ત્વચા ઉછાલ,
પારદર્શક શ્વેત કાચ અંકોર બી અનાર
સ્વાદ સોડમ ભાવન ભવનના નરનાર,
જોઈ ઉપર જાડી છાલ ને લાલ ભીંગડું
ઠસોઠસ દાણા વચ્ચે સલામત થીગડું,
ગોઠવ્યા ગુલાબી મોતી બીજ ગુલનાર
અંખ અંગ અનંત અંકુર આનંદ અનાર,
દામણ દાડમડી શરબત સમૃદ્ધિ ફળદ્રુપ
રંગ રૂપ ધર્યા જાણે કે બાગમાં ફળ નૃપ,
દર્શને પ્રાપ્તિ અર્થે જન મન લોભાણાં
ચમકતા દાંત જેવા છે દાડમના દાણા.