આવજે ક્યારેક
આવજે ક્યારેક


શબ્દ :- આકાશ, પંખી, પાણી (જળ), દરિયો (સાગર), માછલી (પ્રાણી)
જીવું છું હું ચોમેર ફેલાયેલ આકાશની જેમ,
તારા પ્રેમનો પ્રકાશ પાથરવા આવજે કયારેક.
જીવું છું હું આ આકાશમાં ઊડતા પંખીની જેમ,
તારી લાગણીની ચણ નાખવા આવજે કયારેક.
જીવું છું હું બારેમાસ વરસતી ધૂપની જેમ,
તારા પ્રેમનો છાંયડો વરસાવા આવજે કયારેક.
જીવું છું હું ચોમેર ફેલાયેલ હરિયાળીની જેમ,
તારા સાથનું પાણી છાંટવા આવજે કયારેક.
જીવું છું હું દરિયામાં તરતી માછલીની જેમ,
તારા પ્રેમના દરિયે તરાવવા આવજે કયારેક.
જીવું છું હું ઝૂરતી એ પ્રેયસી રાધાની જેમ,
તારા વાંસળીના સૂર સંભળાવા આવજે કયારેક.
જીવું છું હું માતા પિતાની રાજકુમારીની જેમ,
તારી "એન્જલ"નો રાજકુમાર થવા આવજે કયારેક.