હું તો શ્યામ થઈને
હું તો શ્યામ થઈને
શબ્દ :- નદી, નીર(જળ), પાણી(જળ),ગાય(પશુ), બ્લ્યુ વ્હેલ (પ્રાણી), ધરા(પૃથ્વી)
હું તો શ્યામ થઈને પણ હિંમત હારી ગયો,
આવવાનાં નામથી કળિયુગમાં ડરી ગયો.
ક્યાંથી લાવવા હવે શબરીનાં ચાખેલ બોર?
હાઇબ્રિડના ફળોમાં એકદમ પાકી ગયો.
ક્યાંથી લાવવા હવે નદીયુંનાં પવિત્ર નીર?
કેમિકલના રંગીન પાણીમાં વહી ગયો.
ક્યાંથી લાવવા હવે એ કુદરતી રૂપરંગ?
બ્યૂટી પાર્લરની ચકાચૌંધમાં અચંબી ગયો.
ક્યાંથી લાવવા હવે મુરલીના મધુરા સૂર?
ડી.જે.નાં આ પ્રચંડ ઘોંઘાટમાં હું ધ્રુજી ગયો.
ક્યાંથી લાવવા હવે ગાયોનાં દૂધ ને માખણ?
પાઉડરનાં દૂધમાં હવે હું તો સ્તંભી ગયો.
ક્યાંથી લાવવા ગિલ્લીદંડા રમત રમનાર?
બ્લ્યુ વ્હેલ રમીને મારું ભાન જ ભૂલી ગયો.
ક્યાંથી લાવવી ધરા પર પ્રેમની રસધાર?
વાસનાની આંખો જોઈ "એન્જલ" હું સમી ગયો.