બાવળ છે આ ભાઈ
બાવળ છે આ ભાઈ
શબ્દ:- બાવળ(વૃક્ષ), આભ(આકાશ), મહેંદી (વૃક્ષ), ચકલી (પંખી), પાણી (જળ), જમીન (પૃથ્વી), વડ(વૃક્ષ)
મેદાન વચ્ચે ઊભું ઠૂંઠુ, બાવળ જેવું દેખાય છે,
કાંટા એનાં અણીદાર એવાં, કેવી ચાડી ખાય છે!
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય. હો..
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય.
નથી ઝાઝા પાંદડા એને, તો પણ ઊંચું જાય છે,
અભિમાનથી અડગ, પામવા આભને જાય છે!
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય. હો..
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય.
નથી આપતો ફૂલ, તો પણ કેમ હરખાય છે?
મહેંદી જેવી ખૂશ્બુ નહીં, તોયે જોને હરખાય છે!
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય. હો..
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય.
ન કોઈ પૂજે એને, ન તો માન આપતો જાય છે,
તોયે ઠૂંઠુ કેવું, મનમાં ગર્વ કરતો જાય છે!
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય. હો.
.
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય.
પૂછો ચકલીને કેમ, બાવળે માળો બંધાય છે?
અણીદાર એવાં કાંટા વચ્ચેય, ઘર બંધાય છે!
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય. હો..
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય.
નથી માંગતું પાણી, ન કોઈ ખાતર નંખાય છે,
તો પણ એવું કાંટાળુ, જમીને કેવું ફેલાય છે!
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય. હો..
બાવળ છે આ ભાઈ, એનાં કાંટા વાગી જાય.
"એન્જલ" પૂછે બાવળને, કેમ તું હરખાય છે?
જાણી ઉપયોગ એના મન મારું હરખાય છે !