STORYMIRROR

Arati Ramani

Others

3  

Arati Ramani

Others

ગાંધીજી

ગાંધીજી

1 min
27

૨ ઓક્ટોબર, ૧૮૬૯ ને શનિવાર, 

થયો મનુષ્ય રૂપે મહાત્માનો અવતાર.


બાળપણ વીત્યું મોજ ભર્યું, 

યુવાનીમાં ખૂબ જોમ ભર્યું.


ગોરા-કાળાનો ભેદ મિટાવી, 

દેશને પ્રથમ ભેટ અપાવી.


થયો શરૂ સિલસિલો યુદ્ધનો, 

ગાંધીજીના પ્રચંડ વેગનો.


પડકાર પર પડકાર થયા, 

તોયે ગાંધી સ્હેજે ના ડગ્યાં.


ચપટી મીઠું લઈ હાથે, 

તોડ્યો કર દેશ કાજે.


અહિંસક આંદોલનો શરૂ થયાં, 

ઉપવાસ પણ પૂર વેગે શરૂ થયાં.


અંગ્રેજો મારગ છોડો, 

મારો દેશ ભારત છોડો ! 


સત્યાગ્રહીઓ થયા સંગાથ, 

ઉતર્યાં મેદાને દેશ કાજ.


દિલમાં બસ છે ચિંગારી, 

આઝાદીની હોડ ચાલી.


૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮,

આવી દેશ પર મુસીબત ભારી ! 


ગોડસેએ કર્યો ગોળીબાર, 

ગોળી ગાંધીની આરપાર.


રામ.. રામ.. સર્યો છેલ્લો ઉદ્દગાર ! 

દેશે ગુમાવ્યો રત્નનો ભંડાર.


ગાંધી જયંતીએ કરે "એન્જલ" પ્રાર્થના, 

ફરી અવતરે અહીં ગાંધી એ જ અભ્યર્થના ! 


Rate this content
Log in