Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Arati Ramani

Drama

4.6  

Arati Ramani

Drama

હળવાશ ૪૯

હળવાશ ૪૯

1 min
255

ગમે છે જે એ ચીતરી લો જગતમાં,

કરી માળ એને ધરી લો જગતમાં.

આ લોકોથી ડરવાનું શું કામ વ્હાલા?

હિંમતથી હવે તો સરી લો જગતમાં!

થયા પ્રેમનાં નામ પર છળ ઘણાએ,

ખરાં પ્રેમને કોતરી લો જગતમાં.

અહીં દેહ છે સાબિતી પ્રેમની, ખેર!

એ ની રૂહને પણ ભરી લો જગતમાં.

રહેશે ના જીવન કદીયે આજીવન,

મરણને તમે આવરી લો જગતમાં.

છે પાપો ને પૂણ્ય કહાણી કરમની,

એ હળવાશ કરમે કરી લો જગતમાં.

પ્રણયની ખુશી તો વહેશે રગોમાં,

વિરહ વેદનાએ ઝૂરી લો જગતમાં.

છે કોને ખબર શ્વાસ ક્યારે અટકશે! 

એ છેલ્લા જ શ્વાસે મરી લો જગતમાં.

રહે ના ઈચ્છા આમ બાકી ઓ "એન્જલ", 

તે ખરતાં સિતારે ખરી લો જગતમાં.

Rate this content
Log in