કેમ કરીને
કેમ કરીને
1 min
12.1K
શબ્દ:- પથ્થર (પહાડ), સરિતા (નદી), સમંદર (દરિયો), પાણી (જળ)
પ્રભુ! હવે નથી જીરવાતી તુજ પરીક્ષા,
કેમ કરીને નીરખવા ભીતર અરીસા?
છું હું હૃદયે તુજ સરીખો એક પથ્થર,
કેમ કરીને નિત વહેવું બની સરિતા!
તારા બનાવેલ તુજને બનાવે, શંકર !
કેમ કરીને હવે કહેવું એને ફરિશ્તા !
કરશે વાર પીઠે જો દેખશે સમંદર,
કેમ કરીને ગણવા એને ઘનિષ્ઠ રિશ્તા?
શાંત પાણીને ડહોળાવશે ફેંકી કંકર,
કેમ કરીને "એન્જલ" પહોંચવું પરિસ્તા?