થયો છે
થયો છે


શબ્દ :- પૃથ્વી (ઘરતી), વાયુ (પવન)
ધરતીએ જોને કેવો સ્વાંગ સર્જયો છે,
જોવા તેને મેઘ પણ અધીરો થયો છે.
આકર્ષવા લીલુડો શણગાર ધર્યો છે,
જોઈ તેને મેઘ પણ કુંવારો થયો છે.
પવને વળી સોડમનો સાથ પૂર્યો છે,
માણવા તેને મેઘ પણ આતુર થયો છે.
ધરતીએ મિલન કાજ હૈયે હામ ધર્યો છે,
ત્યારે મેઘનાં પ્રણયનો તેને સથવારો થયો છે.
જોવા એ મિલન જમાનો પણ પાગલ થયો છે,
અને "એન્જલ" ને આ ગીતનો સહારો થયો છે.