STORYMIRROR

Chirag Padhya

Abstract

4  

Chirag Padhya

Abstract

રમત

રમત

1 min
373

સવાલ પર સવાલ છે જવાબને ય ભાર છે,

ઘટે સવાલમાં આ જિંદગી એ ટૂંક સાર છે.


ટક્યા નથી એ રાજપાટ કોઈના અહીં હવે,

નવાબ કાલ રંક આજ એ સમયની માર છે.


સતત વિજય નહીં મળે ભલે રમત રમ્યા કરે,

કદી મળે છે જીત તો કદી મળે એ હાર છે.


બહાર ના સદા રહે છે પાન તો કદી ખરે,

કદી વસંત મોજની કદી છૂપી બહાર છે.


વિરોધના છે વાયરા બન્યા બધાય પારકા,

જે નાસમજ બની ગયા હવે તો એનો ખાર છે.


ઘણું હજી કર્યું નથી ઘણું હજી મળ્યું નથી,

આ આયુ તો પતી જશે દિવસ બચ્યા બે ચાર છે.


એ મંજિલે જવા કદમ ભલે ઉતાવળા બને,

એ રાહ તો નથી સરળ ચિરાગ તેજ ધાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract