Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Others Abstract

3  

Smita Dhruv

Others Abstract

આંખોની વાત !

આંખોની વાત !

1 min
306

આવું કેમ થાતું ? જુએ બંને આંખો અલગ શમણાં ?

ડાબી કહે મને ગમે રંગીન, જમણીને શ્યામ-ધવલ,

ડાબી ને ગમે  અત્તર સુંદર, જમણીને ફૂલની સોડમ,

ડાબી કહે વાહ, મોંઘો સુંદરતાનો સાજ-સામાન,

જમણી હસીને કહે, ના-રે, આ સઘળું કથીર,

ડાબીને ગમતા નિત નવા લોકો, ને નવી વાતો,

જમણી પોતામાં મસ્ત, તેને ફેર પડે ના ઝાઝો,

ડાબી સંગીત-ચિત્રની શોખીન, ચારેગમ નિહાળે,

જમણી મનની સૃષ્ટિ રચીને ખુદ તેમાં રાચે !

ડાબીનાં સપનાંમાં છે વિકાસનો લાંબો પથ,

જમણીનું સપનું છે બસ આદર્શ ગ્રામ-રમણ,

ભલે જોતાં જુદું ને વિચારતાં નોખું બન્ને,

બન્નેનાં સપનાં તો છે એક બીજાનાં પૂરક !

Rate this content
Log in