અજંપો !
અજંપો !
અજંપો મનમાં રાખ બેલી, તું અજંપો રાખ.
કામ રહે ના શેષ, તેનો અજંપો રાખ !
મઝધારમાં છે નાવ, રખે જાય હલબલી,
દૂર છે કિનારો હજી, તું અજંપો રાખ !
નભમાં વિજ ઝબૂકે, ધ્યાનમાં હો કમાન,
ધસમસ આવે પૂર, બેલી તું અજંપો રાખ !
પહોંચીશ આમ જ મુકામે, સાગરને ઓવારે,
સફળતાને વરે નહિ ત્યાં સુધી, તું અજંપો રાખ !
