STORYMIRROR

Smita Dhruv

Inspirational

4  

Smita Dhruv

Inspirational

ઉપરવાળાનું ચક્ર

ઉપરવાળાનું ચક્ર

1 min
341

રોજ રોજ તૈયાર થવાનો કંટાળો આવે મને,

નું એ  ફ્રોક, બા રોજ કેમ પહેરાવે ?

મારી સખી  નિત નવાં કપડાં પહેરી  લાવે,

તેની મમ્મી રંગબેરંગી નવી રીબન પહેરાવે,


બા હસીને બોલી, "ધીરજ ધર હો દીકરી,

તારી સખીના મામા ગામમાં દુકાન રાખે,

ચારે બાજુથી માલ-મલીદો આવે,

એવો ધંધો કપડાંનો તેમનો મોટો ચાલે."


મારી આંખમાં આંસુ જોઈને બાપુજી બોલ્યા,

"દીકરી, સંસાર આમ જ ચાલે !

તારી સખી નિત નવાં કપડાં પહેરતી ભલે,

પણ તેને પપ્પાની ખોટ કેટલી સાલે !"


ઉપરવાળો કદી ઉપર ને કદી નીચે -

પોતાનાં જીવનનાં  ચક્ર થકી સૌને 

ક્યાંક ખુશ અને ક્યાંક દુઃખી રાખે 

આમ ચકરડું  નિત રમતું રાખે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational