ફૂરસદ નથી
ફૂરસદ નથી
ફૂરસદ નથી મને તારાં વિચારોથી,
ફૂરસદ મળે ત્યારે લખતો રહું છું,
ફૂરસદ નથી મને
હૈયાંની વાત હું પણ કહીં દઉં તો,
સ્મરણ બસ તારું કરતો રહું છું,
ફૂરસદ નથી મને
રાતદિનની ખબર કયાં છે મુજને,
રાત્રીએ સુપ્રભાત હું કરતો રહું છું,
ફૂરસદ નથી મને
પ્રત્યેક શબ્દે મેં તને શણગારી છે,
શબ્દે શબ્દમાં તને લખતો રહું છું,
ફૂરસદ નથી મને
ઇશ્ક ને ઈશ્વર 'વિશુ' કહે જયારે
ઈશ્વર માફક પૂજા કરતો રહું છું,
ફૂરસદ નથી મને