STORYMIRROR

Vishal Bhadaliya

Romance

4  

Vishal Bhadaliya

Romance

કવિતા લખાય છે

કવિતા લખાય છે

1 min
27K


"કંઈક અરમાનો મારીને આ કવિતા લખાય છે,

અધૂરાં વાતોને શબ્દોએ ધૂટી કવિતા લખાય છે,


રાત આખી જાગીને થોડા શબ્દો એ મઠારાય છે,

એ મઠારીને તેનું સુંદર મુખડું કવિતામાં લખાય છે,


સુકાયેલા આંસુથી થોડા શબ્દોને શણગાર કરાય છે,

કોઈ માટે સજાવટ કરતો ચહેરો કવિતામાં લખાય છે,


નામ તેનું લખ્યા વગર તેને ઘણું બધુ કહેવાય છે,

દૂર થી એક પ્રેમીની વિહવળતા કવિતામાં લખાય છે,


'વિશ'થી જયારે પણ કાંઈ આડું અવળું લખાય છે,

પ્રેમ એજ ઈશ્વર એટલું આ કવિતામાં લખાય છે,


Rate this content
Log in

Similar gujarati poem from Romance