કારણ વગર
કારણ વગર
1 min
13.2K
પ્રેમી તારો તરફડશે રાતભર કારણ વગર,
પળપળ તે મૌત અનુભવશે કારણ વગર,
આમ તો કંઇક ઈશ્વરે પ્રેમ વિશે ધાર્યુ હશે,
એમ લાગણી ન ઉદૃભાવી હોય કારણ વગર,
આયોજન હશે કઇંક ઇશનું તો મારા શરીર પાસે,
એમજ થોડાં શબ્દો લખાવ્યા હશે કારણ વગર,
રાધાના વિરહમાં કેવા તફડયા હશે એ શ્રી કૃષ્ણ,
એટલે જ રાધે ના નામે ઓળખાયા કારણ વગર,
મૃત્યુ વિશુનું થાશે ત્યારે તેનું તો શરીર મરશે,
પ્રેમ શબ્દો સ્વરૂપે જીવીત રહેશે કારણ વગર.