Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

JEEL TRIVEDI

Abstract Tragedy

4  

JEEL TRIVEDI

Abstract Tragedy

જમીન ક્યાં?

જમીન ક્યાં?

1 min
23.5K


બાળકો જોયા થોડા ચાલતાં,

એક અલગ પર્વત પર.

પર્વત હતો એ સાવ અલગ,

ને નવો આ ધરતી પર.


ન કોઈ ઢોળાવ, ન કોઈ શિખર,

ન કોઈ મંદિર અને દેરા.

આવે પાછી દુર્ગંધ ગજબની,

જોવો ત્યાં પ્લાસ્ટિક ને લીરા.


અચરજ થયું આ પર્વત જોઈને,

ગંદકી જ્યાં ભારોભાર.

થયું મને લાવ જોઉં ઉપર જઈ,

આ નવતર પહાડ.


બધી ગંદકી-ગંધના રસ્તે,

શરૂ કરી મેં ચઢાઈ.

ચડતાં જોયા ટ્રકો-ડમ્પરો,

ટ્રેક્ટરોની લાઈન.


જેમ જેમ ચઢાઈ પૂરી થઈ,

ગુમ થતી ગઈ જમીન,

ન કોઈ વૃક્ષો, નહીં મકાનો,

જગત લાગ્યું ગમગીન.


સાવ ઉપર ચડીને જોતાં,

દિલને લાગ્યો ઝટકો,

પર્વત હતો એ કચરાનો થર,

પર્યાવરણને મોટો ફટકો.


દરરોજના નીકળતાં કચરાનો,

ભેગો થતો અહીં ઢગ,

આસપાસની દુર્ગંધ કરતી,

ઘણા લોકોને રોગ.


Rate this content
Log in

More gujarati poem from JEEL TRIVEDI

Similar gujarati poem from Abstract