જીવન
જીવન


અજાણતાં જ જાણીતા બની ગયાં,
મારા મનના માણીગર બની ગયાં.
વેરાન રણમાં ગુલાબ ખીલવી ગયાં,
કાંટાળી જિંદગીની સૌગાત આપી ગયાં.
સપનાઓ દેખાડી ને ચાલ્યા ગયાં,
જાણે જિંદગીને તરસાવી ગયાં.
પ્રેમનાં ફૂવારા વરસાવતા ગયાં,
મારી આંખલડી ને ભિંજાવતાં ગયાં.
વાંક કહ્યા વગર મો ફેરવી ગયાં,
મુજને કેમ તડપાવી ગયાં.
પ્રેમની આગ મુજમાં જગાવી ગયાં,
હસતાં હસતાં પોતે ચાલ્યા ગયાં.