રસોડે ઔષધી
રસોડે ઔષધી
1 min
23.4K
આજનું આ વાતાવરણ ને
સાથે મોંઘવારી વધી,
જેવું તેવું ખાઈ માનવીએ
આફત નોંતરી દીધી.
રોગોને આમંત્રણ મળ્યું ને
સ્વાસ્થ્ય સાથે થયા ચેડાં,
બધી ઔષધી ઘરમાં મળે ને
એના રસોડા સાથે છેડા.
તાવ માટે નાગર મોથ ને
દાંત માટે યોગ્ય કરંજ,
વાળનું સૌંદર્ય જાસૂદ વધારે ને
મગજ માટે સારો વજ.
કાકડા માટે હળદર અને
ઝાડામાં છાશ જીરું,
દાંત માટે મીઠાનો પ્રયોગ
ને ઝટ થાય સારું.
કૂદકે ભૂસકે રોગ વધતા જાણે
જગમાં થશે પ્રલય,
ગમે એવા રોગ ભગાડે આ રસોડું છે ઔષધાલય.