JEEL TRIVEDI

Tragedy Classics Inspirational

3  

JEEL TRIVEDI

Tragedy Classics Inspirational

ગંદો વાયુ

ગંદો વાયુ

1 min
11.7K


એક ફેક્ટરી સામે થોડી દૂર છે,

માથે તેની ધુમાડો ભરપૂર છે.

મારા માથે છે થોડો અજવાસ,

પણ તેના માથે અંધારું ચૂર છે.


સવાર-સાંજ એ ભૂંગળામાંથી,

ફૂકે છે એ ભરપૂર ધુમાડો.

ઉપર ચડે એ ધુમાડાના ગોટા,

જોતા લાગે વાદળ સમો સુવાળો.


જ્યારે ધુમાડો મારી પાસે આવે,

મને તો એ ખૂબ સતાવે.

મારી આજુબાજુ ફેલાય ને,

શ્વાસ એ મને ન લેવા દે.


મોટા થયા તો મને સમજાયું,

ધુમાડાના એ સુવાળા ગોટા,

આફતો સર્જે છે ભયંકર,

થાય છે જેમજેમ મોટા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy