STORYMIRROR

JEEL TRIVEDI

Drama Tragedy Fantasy

3  

JEEL TRIVEDI

Drama Tragedy Fantasy

થઈ જશે

થઈ જશે

1 min
11.8K

વર્તનમાં પરિવર્તન પહેલા જેવું થઈ જશે,

આપણો સંબંધ વધારે મજબૂત થઈ જશે.


તારું ખીજાવું ને મારું રડવું એ બંધ થઈ જશે,

જ્યારે તું પહેલાં જેવો પ્રેમાળ થઈ જશે.


તારી ચિંતા એ મારી ચિંતા થઈ જશે,

તું તકલીફોને મારી સાથે વહેંચતો થઈ જશે.


હૃદયમાં ફરી એ વ્હાલ અને હેત આવી જશે,

આપણી મિત્રતા ફરી પે'લા જેવી થઈ જશે.


ચાહું છું ફક્ત તને અને માત્ર તને જ એ

સમજતા તારે વર્ષો થઈ જશે.


ચાલ તારું મારું કરવા કરતા આપણે થઈ જઈએ,

આપણી જિંદગીમાં પ્રેમનો વરસાદ થઈ જશે.


લાગણી અને સ્નેહનો સેતુ બનાવીએ

સુખનો સૂરજ આપોઆપ થઈ જશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama