ખોવાઈ ગયો
ખોવાઈ ગયો
પોતાના શોખમાં એ ક્યાંક ખોવાઈ ગયો,
પોતાની મસ્તીના રંગમાં એ રંગાઈ ગયો.
શોખમાં એ મુજને પણ વીસરી ગયો,
પ્રેમનાં બદલે તકલીફ આપતો ગયો.
પોતાના સમયમાં એ જીવતો થઈ ગયો,
જીવથી વ્હાલી છો કહીને ભૂલી ગયો.
દુનિયાના રંગમાં પોતાનાને દૂર કરતો ગયો,
જાણે અજાણે મને પણ ભૂલી ગયો.
પોતાના પગ પર ઊભા થતાં શીખી ગયો,
પોતાનાં સપનાઓને સાકાર કરવા મથી ગયો.
હું સદા બસ એ જ ચાહું કે તને તારા સપનાઓ
સાકાર કરવાની અવનવી તકો મળે
પછી ભલે મને તું મળે કે નાં મળે.