STORYMIRROR

Purnendu Desai

Abstract

4  

Purnendu Desai

Abstract

મન

મન

1 min
435


અટપટું છે બહુ આ મન, શું શું કરાવશે?

કાબુમાં જો ન હોય તો, ભાન પણ ભૂલાવશે,


હરવું, ફરવું ને મનમાની બધી કરાવશે

પછી કહેશે કે, વળ પાછો, શક્ય નથી આ, એવું પણ ઠસાવશે


કેટકેટલું એ વિચારી, વિસ્તારી નખાવશે

પછી બધું સમેટી શકાશે?, એ સવાલે જ ગૂંચવાશે


 નિપુર્ણ છું હવે હું, એવું મનાવી બેસશે

પછી તું પૂર્ણ પણ ક્યાં છે? એવું સમજાવી, હિંમત હવે હરાવી બેસશે,


ઉત્પાત કે ઉલ્કાપાત તો એ અંદરથી જ કરાવશે,

અંતે, સમય જ એની દવા છે, એ ગળે પણ ઉતારશે.


Rate this content
Log in