અનમોલ જિંદગી
અનમોલ જિંદગી


જિંદગીની થોડી તો થોડી,
કોઈ અનમોલ પળો તો બાકી છે,
જીવવા માટે થોડી તો થોડી,
કોઈ અનમોલ ખુશીઓ બાકી છે.
હમેશા બીજા માટે જીવતા માણસ,
જિંદગીમાં ઘણુ ખોવે છે,
આ કોઈ એ કરેલી કે કહેલી વાત નથી,
પણ મારા અનુભવની વાત છે.
જરૂર છે ત્યા સુધી ઘણા,
ખાસ બનાવીને રાખસે તમને,
પછી ધીરે ધીરે એક,
મુરત બનાવી ને રાખશે તમને.
જોવાનુ બધુ પણ બોલવાનુ નહીં,
એવી સ્થિતીમાં લાવીને મુકશે તમને,
બસ હવે બઊ રોયુને દિલ પણ ઘણુ તોડ્યું,
હવે થોડુ તો થોડુ જોડવાનુ બાકી છે.
સારા સમયને અને સારી સિખામણોને,
બસ હવે જીવવાની બાકી છે,
એમના માટે કંઈક કરી ને કોઈ,
નામ, પદ કે પ્રતીષ્ઠા નાથી પમવી,
પણ જીવનમાં કોઈ દર્દ ભરેલી,
ઠોકર પણ મારે નાથી ખાવી.
અહેશાસો તો ઘણા કરાવ્યા,
મને પારકા હોવાના આજે,
પણ મે તો હાજીય એમને,
મારા જ કહ્યા છે આજે.
ખરાબ કોઈનુ કર્યુ નથી,
ને ક્યારે કરવાનો પણ નથી,
કરણ કે જીવનમાં થોડા તો થોડા,
પણ માં તારા સંસ્કાર બાકી છે.
હવે બસ જીવવુ છે મારે,
એક સ્વાર્થી બનીને આજે,
કરણને થોડી તો થોડી,
કોઈ અનમોલ જિંદગી બાકી છે.