બાળપણ
બાળપણ


આંખ બંધ કરુ ત્યાં મને સાંભરી આવે મારુ બાળપણ,
કેવું ભોળુ ને પ્યારુ હતું મારુ બાળપણ,
ખિસ્સામાં એક રૂપિયો પણ નહોતો છતા આખા મલકનો આનંદ હતો,
પણ સાથ થોડા મિત્રોનો હતો એટલે એમાં જ ઘણો આનંદ હતો,
ન હતી ચિંતા ક્યારેય આદર, સમ્માન કે સત્કારની એમાં જ હું ખુશ હતો,
કારણ કે અમારી નાની એવી સરકારમાં જ બહું પ્રેમ હતો,
ન હતી ચિંતા કોઈના પ્રેમને પામવાની કે ન હતી કોઈને ખોવાની,
બસ મજા હતી મિત્રો સાથે રાત દિવસ રમવાની,
જીવનમાં ન હતી કોઈ ચાલકી કે ન હતી કોઈ બેઈમાની,
બસ ખુશી હતી રમતા રમતા ક્યારેક જીતવાની,
નોહતી કરી કોઇ પાર્ટી મોટી મોટી હોટલોમાં કે બારમાં,
પણ મજા તો હતી પેલી રૂપિયાની ચોક્લેટ ખાવામાં,
યાદ કરું મારુ બાળપણ ને ત્યાં તો મારી આંખો ભીંજાતી,
જીવનની કોઇક ખુશીયો આજે ક્યાંક દુર જઈને સંતાઈ,
એટલે જ સમય નો આદર કરજો, અને સન્માન કરજો ને જેટલો જીવાય એટલો જીવી લેજો,
કારણ કે ગયેલો સમય અને ગયેલું બાળપણ ક્યારેય પાછું આવવાનું નથી.