સંબંધ
સંબંધ


જીવનની લાગણીઓનું કતલ બેફામ થયું છે આજે,
સંબંધો રાખ થયા આજે શક ની આગ મા રહીને,
ભૂલ તો એજ થયી મારી કે પ્રેમ અનહદ કર્યો એને,
જીવન ના દરેક શ્વાસો મા પ્રણય ની આગ છે આજે,
સમય વિતતો ગયો ને સંબંધો તૂટતા ગયા,
સાથ ગહેરા થવાને બદલે છૂટતા ગયા,
હંમેશા સાથે રહેવાના વચનો આપ્યા હતા એમણે,
હવે તો દિલ ભરાતા ગયા ને પ્રેમ તૂટતા ગયા,
બંધાયા છે સંબંધો એક દોરી બનીને આજે,
એ દોરી સાથે માણસો રમત રમતા ગયા,
દિલ ના સ્પંદનો માં આજે માત્ર સ્પંદનો જ રહ્યા,
એ સ્પંદનો માં આજે એ ઘણા દુર થઈ ગયા,
ઘણા સાચવી ને રાખ્યા હતા એમને દિલ ના શાંત ઝરૂખે,
પણ એ ઝરૂખા આજે સાવ સૂના પડ્યા છે,
સાત જનમો ના સાથ આપવા આવ્યા હતા એ જીવનમાં,
આમ એકલો મૂકી ને એ આજે ઘણા દુર નીકળી ગયા,
અહેસાન નથી આ અમારુ કોઇ બસ પ્રેમ છે તમારી પ્રત્યેનો,
જીવન ની હરેક ક્ષણ તમારા માટે જીવવા નો,
બસ જીંદગીમાં તમારી માટે મરવા નો,
અને જીંદગીમાં તમારા માટે કંઈક કરવા નો.