STORYMIRROR

Smita Dhruv

Others

4  

Smita Dhruv

Others

ઈશાવાસ્યમ્

ઈશાવાસ્યમ્

1 min
378

કેવી સૃષ્ટિ, કેવી ધરા, કેવી સુંદરતા આ,

હદયંગમ દ્રશ્યો સર્જતાં, કવિની કવિતા છે આ,


પ્રખર તેજસ્વી આદિત્ય ને રમણીય સોમરસ જ્યાં,

તેવા સર્જનકારના મનમાં શું વસ્યું હશે ત્યાં ?


સંચલિત છે રચનાની દોર તેનાં હાથમાં,

રેત-રમકડાં રૂપે તું નિહાળે સર્વને જાતમાં,


કોણ તું, કોણ હું, પૂછ ન તું સવાલ ક્યાં,

છે ચરાચર, છે ભરાભર તે જીવનની ઘટમાળમાં,


ઇશ એક જ આશ છે અપ્રગટ મુજ હાર્દમાં,

બેલી બનીને સાચનો પ્રગટીશ તું ક્યારે વિશ્વમાં ?


Rate this content
Log in