ભક્તવત્સલતા.
ભક્તવત્સલતા.

1 min

13.5K
ડગલેને પગલે તારી હાજરી વરતાય છે.
એમાં જ સાફલ્ય જીવનનું સમજાય છે.
ભૂલો મારી અગણિત વારંવાર થાય છે,
અક્ષરો પાણીમાંના એને ખપાવાય છે.
આમ તો વિખૂટો છુંને રસ્તો ભૂલાય છે,
ગુણો મારા રેતના અક્ષરોથી લખાય છે.
અવગુણો અમારા તારાથી વિસરાય છે,
એમાં જ તારી પ્રભુતા ચોખ્ખી દેખાય છે.
ભક્તવત્સલતા દેખી નિયમો પલટાય છે,
તારા જેવા અવની પર કયાં નજરાય છે?