STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

4  

Drsatyam Barot

Inspirational Others

ગાંડી પ્રજા છે

ગાંડી પ્રજા છે

1 min
27.1K


બધે રોટલાની ખરી જો કથા છે,

મહેનત વગરની બધીએ જફા છે.


નથી કામ કરવું, મફત રોજ લેવો,

ભણેલાં બધાની નવી આ અદા છે.


ભલે દેશ ખાડે જતો હોય, જાતો,

પગારો,વધારો મળે ઓરતાં છે.


મફતનું મળે છે, બધા જાય લેવા,

બધું કામ છોડી કતારે ઉભા છે.


લઈ આવે નેતા બધાએ નકામાં,

પછી કામ ખોટાં બધાએ કર્યાં છે.


વગર ઘૂસ આપે કરે કામ, ના એ,

કઢાવા અહીં કામ અવળી પ્રથા છે.


કહે કોણ કોને અહીં દેશમાં તો,

છે રાજાએ ગાંડો ને ગાંડી પ્રજા છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational