STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

4  

Drsatyam Barot

Inspirational Others

ગુર્જરવીર

ગુર્જરવીર

1 min
26.2K


ગુર્જર પથના રાહી અમે સૌ ,ગુર્જરપથના રાહી.

પ્રભાતનાં મંત્રો ભરી મુઠ્ઠીમાં તિમિર દેતાં ભગાડી.



નવલી વાટો રોજ રે ખૂંદતાં નવીનતાના રાહી,

સૂર્ય ચન્દ્ર ને ખિસ્સે ભરીને દશે દિશાઓ આંબી.


સંઘર્ષોમાં ઝૂમીઝૂમીને વિજયનગરી વસાવી,

સમાનતાના સ્વર્ગ રચીને પ્રેમની જ્યોત જલાવી.


સુખ દુખમાં સૌ સાથે રહીને રણમાં ફૂલ ખીલાવી,

એકતાની પગલી માંડી શાંતિ ના ચિરયાત્રી.


દ્વારિકામાં મોહન પ્યારે પ્રેમની બંસી બજાવી,

સોમનાથમાં ભોળોશંભુ બેઠો ધૂણી ધખાવી,.


કલકલ ગાતી નદીઓ વ્હાલી સાગરકુળની રાણી,

અરવલ્લીની ગિરિ ગુફાથી વરસે અમૃતવાણી,.


નવ પ્રકાશને નવ અવાજ લઈ નવ પથના નવ રાહી,

રાષ્ટ્રની નવ જ્યોત બનીને નવલી દુનિયા વસાવી.


નરસૈયાના પ્રભાતિયાંથી ગૂંજે ગુર્જરરાણી,

શાંતિ, સત્યને નીડરતાથી હૈયું દે હરખાવી.

અમે ગુર્જરપથના રાહી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational