STORYMIRROR

Laxman Tarpada

Inspirational Others

4  

Laxman Tarpada

Inspirational Others

તારી બલિહારી છે

તારી બલિહારી છે

1 min
27K

દુર્જનતાની કમાઇથી કરોડો કમાવા કરતાં,

સજ્જનતાથી હક્કની ભીખ માંગવી સારી છે,

માગું છું હું ને તું આપી દે તું એજ તારી બલિહારી છે.

અનિતીથી ખડકેલી મહેલ મોલાત કરતાં,

નિતીથી કરેલ ઝૂંપડીની સંકડામણ ન્યારી છે,

માગું છું હું ને આપી દે તું એજ તારી બલિહારી છે.

મજબૂરીથી નિઃસહાયનાં ગળાં ઘૂટવા કરતાં,

મહેનત કરી કમાઇ ખાવી અમને પ્યારી છે,

માગું છું હું ને આપી દે તું એજ તારી બલિહારી છે.

આડંબરથી અમૂલ્ય પહેરવા પહેરવેશ કરતાં,

પરમાર્થનું અંગે અંગરખુંને પોતડી તારી છે,

માગું છું હું ને આપી દે તું એજ તારી બલિહારી છે.

લૂંટથી કર્યું ભેગું અરુચિનાં પકવાન કરતાં,

સુખે રળતા કણકણની સૂકી રોટલી સારી છે,

માગું છું હું ને આપી દે તું એજ તારી બલિહારી છે.

નાથને કરી અનાથ, મોજમજા લૂંટવા કરતાં,

સહાય થવા દીધી શક્તિ પ્રભુને આભારી છે,

માગું છું હું ને આપી દે તું એજ તારી બલિહારી છે.

'એકદિલ' સ્વાર્થની સેવાનો જગ દેખાવ કરતાં,

નિસ્વાર્થ કર કાર્ય તું કહે નહીં આ અહંકારી છે,

માગું છું હું ને આપી દે તું એજ તારી બલિહારી છે.

विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational