STORYMIRROR

Dina Chhelavda

Inspirational

4  

Dina Chhelavda

Inspirational

પ્રકૃતિ

પ્રકૃતિ

1 min
543

પ્રભાત સોણલું ઝગમગતું ઉત્સવ મનાવ આંગણમાં,

માનવ આતમ ઉજાસ તું નિજ મન-મંદિરમાં,


પાંખો ફફડાવી નીકળ તું વિહરવા ને ગગનમાં,

માનવ સુગંધ પ્રસરાવ તું નિજ હ્રદય-કમલમાં,


આંખો ખોલ અજવાળે જો તું શણગાર કુદરતના,

વસંત ખીલી iઊઠશે તારા નિજ મન-ઉપવનમાં,


ખળખળ વહેતા ઝરણાના સૂર સાંભળ પહાડોમાં,

સંગીતના તાલ પડઘાશે તારા નિજ ડગ-પગરવમાં,


ચાંદ તારા ટમટમતા જો તું રાત અંધકારમાં,

માનવ લખજે તું કિસ્મત તારા નિજ હસ્તાક્ષરમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational