STORYMIRROR

Meena Mangarolia

Inspirational

4  

Meena Mangarolia

Inspirational

કેસૂડો

કેસૂડો

1 min
473

કેસૂડો ચોળાયો, કેસૂડો રોાળાયો,

કેસૂડો સોળે કળાએ ખીલી ઉઠ્યો.

કેસરી રંગે રંગાયો, ફૂલ્યો ફાલ્યો,

કેસૂડો સોળકળાએ ખીલી ઉઠ્યો.

સૂરજની સાથે ઉગ્ર તપ્યો કેસૂડો,

કેસૂડો સોળકળાએ ખીલી ઉઠ્યો.

વસંતનો વૈભવ ઠેરઠેર નીરખી ઊઠ્યો,

કેસૂડો સોળકળાએ ખીલી ઉઠયો.

અંગે અંગ છંટાયો લાલ લાલ કેસૂડો,

કેસૂડો સોળકળાએ ખીલી ઊઠ્યો.

સજી ધજી બેઠો સોળ શણગાર કેસૂડો,

કેસૂડો સોળકળાએ ખીલી ઉઠ્યો.

વન વન સુગંધ કસ્તૂરીની જેમ લહેરાય,

કેસૂડો સોળકળાએ ખીલી ઊઠ્યો.

પગલા પાડ્યા વસંત ૠતુએ પાનખરમાં,

કેસૂડો સોળકળાએ ખીલી ઉઠયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational