STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

પ્રામાણિકતાથી જીવન બને

પ્રામાણિકતાથી જીવન બને

1 min
228

કર્મના ફળ ભોગવવા પડે છે અહીં 

માટે જીવનમાં કર્મ કરો સૌ સંભાળી

પ્રામાણિકતાથી જીવન બને સુંદર મજાનું !


હકની વસ્તુ લેવામાં હોય સંતોષ સદા

બીજાની વસ્તુથી મળે કલેશ અને આપદા

પ્રામાણિકતાથી જીવન બને સુંદર મજાનું !


લઈ વસ્તુ અનીતિની જીવન બને કપરું

નિતી થકી જીવન બને મીઠું અને મધુરું

પ્રામાણિકતાથી જીવન બને સુંદર મજાનું !


સત્ય થકી જીવન બનશે ઉજળું હરપળ

ઈશ્વર તણો સ્નેહ મળશે અપરંપાર

પ્રામાણિકતાથી જીવન બને સુંદર મજાનું !


મળે જો જીવનમાં કંઈક શીખવવા અનેરું

સૌનું સારું વિચારો અને અપનાવજો

પ્રામાણિકતાથી જીવન બને સુંદર મજાનું !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational