STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

હાથ તું ઝાલજે

હાથ તું ઝાલજે

1 min
369

આપદા વરસવા લાગે અપાર હરિ હાથ તું ઝાલજે,

ના મળતો એનો કોઈ ઉપચાર હરિ હાથ તું ઝાલજે,


તારા સાથની રહી અંતરે મારે એકમાત્ર અભિલાષા,

મુસીબત બની જાય પડકાર હરિ હાથ તું ઝાલજે,


શરણ સ્વીકાર્યું શ્રીહરિ તારું નથી બીજો આધાર,

ધર્યા આતમે ભક્તિના શણગાર હરિ હાથ તું ઝાલજે,


થયું મન દુઃખીને વિચલિત કષ્ટ અનુભવે પારાવાર,

સાંભળીને અંતર તણા ઉદગાર હરિ હાથ તું ઝાલજે,


છે આશરો તારો અબ્ધિવાસી ક્યાં જઈ કરું પોકાર ?

હાથ ધરીને વત્સલતાનું હથિયાર હરિ હાથ તું ઝાલજે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational